
મણિપુરની 26 વર્ષીય મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે તે ભારત પરત ફરી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેણીનું સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમારંભનો એક ફોટો હાલમાં ચર્ચામાં છે.
વાયરલ ફોટોમાં ચાનુ સન્માન સમારંભમાં એક પોસ્ટર બતાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ‘મીરાબાઈ ચાનુને મેડલ અપાવવા બદલ મોદીનો આભાર’. સોશિયલ મિડિયા પર આની ટીકા થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને કિરેન રિજિજુ મીરાબાઈ ચાનુના સન્માન સમારંભના ફોટામાં નજરે પડે છે. તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું પોસ્ટર છે. તેમાં લખ્યું છે, “આભાર મોદીજી. મીરાબાઈ ચાનુને મેડલ આપવા માટે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. મુળ પોસ્ટરમાં ક્યાંય પણ “આભાર મોદીજી મીરાબાઈ ચાનુને મેડલ આપવા માટે.” લખવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Parag N. Vaja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મીરાબાઈ ચાનુના સભારંમમાં પોસ્ટરમાં લખવામાં આવ્યુ આભાર મોદીજી મીરાબાઈ ચાનુને મેડલ આપવા માટે.”

FACT CHECK
ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચાનુ 26 જુલાઈએ કોચ વિજય શર્મા સાથે ભારત પરત ફર્યા હતા. એરપોર્ટ પર તેણીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 27 જુલાઈએ કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરના નિવાસસ્થાને તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સભારંભનો વિડિયો ટેલિવિઝન ચેનલ પર સમાચારોમાં બતાવવામાં આવ્યો હતો. જેમાં જોવા મળતા પોસ્ટરમાં વાઇરલ પોસ્ટમરમાં જે લખ્યુ છે તેવું કશું લખ્યું નથી.

ડીડી ન્યૂઝ ચેનલની યુટ્યુબ ચેનલ પરથી લીધેલ સ્ક્રિનશોટ
પીઆઈબી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સભારંભનો વિડિયો અને સમાચાર પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. PIB ની વેબસાઈટ પર વાયરલ થયેલો મૂળ ફોટો પણ ઉપલબ્ધ છે.
મૂળ ફોટો અને વાયરલ થઈ રહેલા ફોટો વચ્ચેની તુલના તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વિવાદિત લખાણ મુળ પોસ્ટર પર લખેલું નથી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. મુળ પોસ્ટરમાં ક્યાંય પણ “આભાર મોદીજી મીરાબાઈ ચાનુને મેડલ આપવા માટે.” લખવામાં નથી આવ્યુ.

Title:FAKE: “धन्यवाद मोदी जी. मीराबाई चानू को मेडल दिलाने के लिए”… વાંચો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
