
હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “સરદાર પટેલ વિરોધી રૂપાણી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 178 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુને ભંગારનો ભૂકો કહી તેનું અપમાન કરવામાં આવી રહ્યુ છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ વિડિયોને ધ્યાન થી જોઈએ તો જાણવા મળે છે કે, વિજય રૂપાણીના વાક્યને વચ્ચેથી જ કાપી નાખવામાં આવ્યુ છે. માટે તેમનું પૂરૂ વાક્ય સાંભળયા વગર તેમણે સરદાર પટેલનું અપમાન કર્યુ તે નિર્ણય લઈ શકાય નહિં.
ત્યારે આ મૂળ વિવાદ શું છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો. સરદાર પટેલની પ્રતિમાને ખરેખર વિજય રૂપાણી દ્વારા ભંગારનો ભૂકો કહેવામાં આવ્યો હતો. આ અંગે અમે અમારી પડતાલ શરૂ કરી હતી. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, 20 ફેબ્રુઆરી 2019ના આ વિવાદ સર્જાયો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ભંગારના ભૂકા માંથી બનાવવામાં આવ્યુ હોવાનું કહેતા ભારે વિવાદ ઉભો થયો હતો અને તેમને 1 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પરેશ ધાનાણીના આ નિવેદન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આ અંગે પલટ જવાબ આપવામાં આવ્યો હતો અને પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે તેનો એક ભાગ છે.

IamGujarat દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
તેમજ આ સમગ્ર વિવાદ શું હતો તે જાણવા તેમજ ભાજપ-કોંગ્રેસના સામ-સામા દાવાને સમજવા તમે ન્યુઝ18 ગુજરાતીનો સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે ભાજપા પ્રવક્તા ભરત પંડયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને બદનામ કરવા સોશિયલ મિડિયાનો સહારો લેવામાં આવતો હોય છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ભંગારના ભૂકા માંથી બનાવવામાં આવ્યુ છે તેનો જવાબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. તે વિડિયોના ભાગને કાપીને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ. સરદાર પટેલનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યુ હતુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થઆય છે. કારણ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરદારનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ભંગારના ભૂકા માંથી બનાવવામાં આવ્યુ છે તેનો જવાબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. તે વિડિયોના ભાગને કાપીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર CM રૂપાણી દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
