
Pagal Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફક્ત ચાર દિવસ આ સરબત પીવાથી ઘટી જશે તમારુ વજન શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 136 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 72 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરબત પીવાથી 4 દિવસમાં વજન ઉતરી જશે.

FACEBOOK | MAIN POST FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારનો ઈલાજ શોધવામાં આવ્યો હોય અથવા આ ઈલાજનો કોઈ વ્યક્તિને ફાયદો થયો હોય તો ગૂગલ પર તેની માહિતી હોવી જ જોઈએ તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર “ફુદિના-આદુ-કાકડીની મદદથી વજન ઉતારવાની રીત” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉપચાર કરવામાં આવ્યો હોય અથવા શોધવામાં આવ્યો હોય તેના કોઈ પુરવા મળ્યા ન હતા. તપાસને આગળ વધારતા અમે યુ-ટ્યુબ પર આ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા નુસખા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ આ નુસખો કોઈએ અપનાવ્યો હોય તેવુ અમને ક્યાંય જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી તપાસ આગળ વધારી અને આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા સાથે આ અંગે આ વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે શરીરનું વજન ઉતારવા અંગેનો કોઈ ઈલાજ આયુર્વેદના શાસ્ત્રમાં લખવામાં નથી આવ્યો. જો આ પ્રકારે કોઈ ને ફાયદો થયો હોય તો તેની તાસીરના આધારે થયો હોવો જોઈએ. તેમજ આ પ્રકારે કોઈએ ઉપચાર કર્યો હોય અને આટલો જલ્દી ફાયદો થયો હોય તેવું મારા ધ્યાને આવ્યુ નથી.”

ઉપરાંત અમે આ અંગે એલોપેથીના ડોકટરનું મંતવ્ય લેવાનો નિર્ણય કર્યો હતો અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર કૃણાલ સોલંકી સાથે આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારના ઉપચારની કોઈ જ રીત એલોપેથીમાં નથી લખવામાં આવી કારણ કે, આ પ્રકારે વજન ઉતરતુ હોય તે માનવુ થોડું અઘરૂ છે. ”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દાવા પ્રમાણેનો કોઈ ઉપચાર અમને જાણવા મળ્યો ન હતો. તેમજ તેનાથી કોઈ વ્યક્તિનો ફાયદો થયો હોય તે પણ જાણવા મળ્યુ ન હતુ.
