IPS રૂપા મુદગિલ દ્વારા પુરસ્કાર ન સ્વીકાર્યાનું શું છે સત્ય….?

False સામાજિક I Social

Viral Social News નામના પેજ દ્વારા 2 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, आईपीएस #रुपा_यादव जी ने मोदी सरकार से #अवार्ड लेने से मना कर दिया है, बोली मेरा जमीर इजाज़त नही देता कि हमारे देश के शहीद #हेमंत_करकरे जिन्हें वीरता का सर्वोच्च सम्मान मिला है को भाजपा की नवनिर्वाचित सांसद जो आतंकवाद की आरोपी है वो करकरे जी को देशद्रोही और गद्दार और गालियां देती और और उसकी पार्टी यहां मुझे अवार्ड देकर ढोंग कर रही है। શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 506 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 198 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આઈપીએસ રૂપા યાદવ દ્વારા મોદી સરકાર દ્વારા આપવામાં આવેલો પુરસ્કાર એટલા માટે નકારી કાઢયો હતો  કારણ કે, ભોપાલના નવનિર્મિત બીજેપીના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરેને દેશદ્રોહી કહ્યા હતા. મિડિયામાં આ પ્રકારની વાત સાંભળવામાં નથી આવી જેથી તેની સત્યતા જાણવી જરૂરી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

અમને સૌથી પહેલા ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં ફોટો તો આઈપીએસ રૂપા દિવાકર મુદગિલનો આપવામાં આવ્યો છે. પરંતુ તેના વિવરળમાં એમનું જે નામ રૂપા યાદવ આપવામાં આવ્યુ છે તે ખોટું છે. તમને જણાવી દઈએ કે આઈપીએસ ઓફિસર ડી.રૂપાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યુ હતુ, જયારે 2017માં તેઓએ તામિલનાડુના મુખ્યમંત્રી તેમજ દિવંગત અન્નાદ્રમુક નેતા જયલલિતાની મિત્ર શશિકલાને બેંગલુરૂ સેંટ્રલ જેલમાં મળતી સુવિધાનો પર્દાફાશ કર્યો હતો, તેમજ વરિષ્ઠ પોલીસ ઓફિસર પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં થયેલી તપાસમાં સત્યતા જાણવા મળી હતી.

ત્યારબાદ ‘IPS D Roopa declines award from modi govt’ ઉપરોક્ત કિવર્ડસ સાથે સર્ચ કરતા અમને જે પરિણામ પ્રાપ્ત થયા તે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામ પર થી અમને 26 માર્ચ 2018ના “બિઝનેશ સ્ટૈડાર્ડ” દ્વારા પ્રસારિત કરવામાં  આવેલા સમાચાર અમને પ્રાપ્ત શયા હતા, જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, ડી.રૂપાએ બેંગલુરૂની પ્રખ્યાત સમાજ સેવા સંસ્થા નમ્મા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા પુરસ્કારને નકાર્યો હતો. કારણ કે, તેમના જમીર તે પુરસ્કાર સ્વીકાર્વાની ના પાડી હતી. આ પુરસ્કાર સ્વરૂપે  તેમને 2 લાખ રૂપિયાની મોટી રકમ આપવામાં આવી રહી હતી. તેમજ આ સંસ્થા સાથે સત્તાધારી પાર્ટીના એક સાંસદ રાજીવચંદ્ર શેખર જોડાયેલા હતા.

ARCHIVE

આ સિવાય અમને “ફાઈનેસિયલ એક્સપ્રેસ” દ્વારા 27 માર્ચ 2018ના પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, ડી રૂપા દ્વારા નમ્મા બેંગલુરુ પુરસ્કાર સ્વીકાર્વાની ના પાડી દિધી હતી. જ્યારે નમ્મા ફાઉંડેશનનુ કહેવાનુ હતુ કે, તેમણે આ એવોર્ડ માટે પસંદ જ નથી કરવામાં આવ્યા.

ARCHIVE

ઈન્ડિયા ટુડે” દ્વારા આ જ વિષય પર પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં અમને નમ્મા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલુ સ્ટેટમેન્ટ અમને મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડી.રૂપાને આ પુરસ્કાર માટે પસંદ જ કરવામાં નથી આવ્યા. આ સ્ટેટમેન્ટ તમે આ લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

સમાચારમાં જણાવવામાં આવ્યુ હતુ કે,  નમ્મા ફાઉન્ડેશન ભાજપા સાંસદ રાજીવ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવે છે.

ARCHIVE

અમને “ધ ટ્રિબ્યૂન” દ્વારા 16 સપટેમ્બર 2017ના કરવામાં આવેલુ એક ટ્વીટ પણ મળ્યુ હતુ. જેમા ડી.રૂપાને રાષ્ટ્રપતિ પદક થી સન્માનિત કરવામાં આવેલી ફોટો શેર કરવામાં આવી હતી.  

ARCHIVE

ઉપરોક્ત સંશોધનથી અમને જાણવુ હતુ કે, આઈપીએસ ઓફિસર ડી. રૂપાએ મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા એવોર્ડને નકાર્યો તે વાત ખોટી છે. તેમને 2017માં રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત પોસ્ટમાં જે એવોર્ડની વાત કરવામાં આવે છે. જે વાસ્તવમાં બેંગલુરૂની નમ્મા ફાઉન્ડેશનના પુરસ્કારની વાત કરવામાં આવે છે.આ પુરસ્કાર લેવાની એટલા માટે ના પાડવામાં આવી હતી, કારણ કે આ સંસ્થા સાથે બીજેપીના સાંસદ રાજીવ ચંદ્રશેખરનું નામ જોડાયેલુ છે, અને પુરસ્કાર રૂપે 2 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપવા આવવાની હતી. માટે તે ખોવુ ખોટુ છે કે, ભોપાલ સે નવા ચૂંટાયેલા બીજેપીના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરેને દેશદ્રોહી કહ્યા એટલે ડી.રૂપાએ એવોર્ડ સ્વીકર્યો ન હતો. 2018ની આ ઘટનાને હાલ ખોટી રીતે જોડવામાં આવી રહ્યુ છે, અને ભ્રામકતા ફેલાવવા માટે આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય સાબિત થતો નથી.

Avatar

Title:IPS રૂપા મુદગિલ દ્વારા પુરસ્કાર ન સ્વીકાર્યાનું શું છે સત્ય….?

Fact Check By: Frany Karia 

Result: False