શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Rindbloch Afzal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “રેડ એલર્ટ રાજકોટ તાજા સમાચાર રાજકોટ રેડ એલર્ટ પર છે. કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે. રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે. શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 ક્લાકની પ્રતીક્ષા છે. પ્રત્યેક કોવિડ હોસ્પિટલોમાં પરિસ્થિતિ લગભગ અનીયંત્રીત છે. કૃપા કરીને ઘરે રહો. Rajkot is on high alert, hotspot no.1 of Gujarat, stay home, stay safe આરએમસી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 80 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

FACEBOOK | FB POST ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સ્થાનિક ન્યુઝ પેપરની વેબસાઈટ અને તેમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ અંગે પ્રકાશિત સમાચાર જોયા હતા. 

દરમિયાન અમને રાજકોટના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલાના ફેસબુક એકાઉન્ટ પર તારીખ 11 સપ્ટેમ્બર 2020ના શેર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નરનું નિવેદન શેર કરવામાં આવ્યુ હતુ કે, જેમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “રાજકોટને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હોવાનો આરએમસીના નામે ખોટો મેસેજ વાયરલ થઈ રહેલો છે.

AKILANEWS | ARCHIVE

તેમજ આજકાલ દૈનિક, સાંજસમાચાર સહિતના પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાનો દ્વારા પણ આ અંગેના વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Sanjsamachar | Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રાજ્કોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ ભૂપેન્દ્ર રાઠોડનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશ્યલ મિડિયામાં કરવામાં આવેલો દાવો તદ્દન ભ્રામક છે. આરએમસી દ્વારા આ પ્રકારે કોઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોર્પોરેશન દ્વારા આ પ્રકારે કોઈ રેડ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યુ. લોકોએ ભ્રામક દાવાઓથી દૂર રહેવા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સુચના આપવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False