
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો….સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ… રોબોટનું નામ કેપ્ટન અર્જુન.. આ છે ઉદ્ધવ-કોંગ્રેસની સરકાર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓ માટે કોરોના વાયરસના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો જેનું નામ કેપ્ટન અર્જુન છે. આ પોસ્ટને 401 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 13 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓ માટે કોરોના વાયરસના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો અને તેનું નામ કેપ્ટન અર્જુન છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને hindi.news18.com દ્વારા 13 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોરોના સંક્રમણને રોકવા માટે મધ્ય રેલવે દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં રેલવે પ્રસાશન દ્વારા યાત્રિઓના થર્મલ સ્ક્રિનિંગ માટે પૂણે રેલવે સ્ટેશન પર ‘કેપ્ટન અર્જુન’ નામનો એક રોબોટ મૂકવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | bhaskar.com | jansatta.com
અમારી વધુ તપાસમાં અમને Central Railway ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 14 જૂન, 2020 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈના રેલવે સ્ટેશન પર ફેબ્રિઆઈ સ્ક્રિનિંગ કેમેરા લગાવવામાં આવ્યા એટલે કે થર્મલ કેમેરા દ્વારા યાત્રિઓની સુરક્ષા કરવામાં આવશે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મુંબઈ રેલવેમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “કેપ્ટન અર્જુન નામનો રોબોટ પૂણે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે. જેના દ્વારા કોરોના વાયરસથી યાત્રિઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. તેમજ મુંબઈના રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષા માટે ફેબ્રિઆઈ સ્ક્રિનિંગ કેમેરા એટલે કે થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લોકોના સ્ક્રિનિંગ માટે ‘કેપ્ટન અર્જુન’ નામનો રોબોટ મુંબઈ રેલવે સ્ટેશન પર નહીં પરંતુ પૂણે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે. જ્યારે મુંબઈ રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષા માટે ફેબ્રિઆઈ સ્ક્રિનિંગ કેમેરા એટલે કે થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લોકોના સ્ક્રિનિંગ માટે ‘કેપ્ટન અર્જુન’ નામનો રોબોટ મુંબઈ રેલવે સ્ટેશન પર નહીં પરંતુ પૂણે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે. જ્યારે મુંબઈ રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષા માટે ફેબ્રિઆઈ સ્ક્રિનિંગ કેમેરા એટલે કે થર્મલ કેમેરા લગાવવામાં આવ્યા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મુંબઈ રેલવે સ્ટેશન પર યાત્રિઓના સ્ક્રિનિંગ માટે રોબોટ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
