
Naresh Viraniનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જો ખરેખર #રાષ્ટ્રહિત ની વાત હોય અને પેટ્રોલ ડીઝલ થી દેશ ની આર્થિક ઇકોનોમી સુધરતી હોઈ તો પેટ્રોલ ડીઝલ ના 70 નહીં પુરા 100 રૂપિયા લીટર ના હોવા જોઈએ..કરો કરો જલ્દી ભાવ વધારો કરો દેશ ને નુકશાન જવું જ ન જોઈએ…” શીર્ષક સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પેટ્રોલ – ડિઝલનો ભાવ વધારો દેશના હિતમાં જરૂરી” આ નિવેદન કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ પર 73 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 25 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 108 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા દ્વારા આ પ્રકારે નિવેદન કરવામાં આવ્યુ હોય તો સ્થાનિક મિડિયા દ્વારા તેની નોધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર “પેટ્રોલ-ડિઝલનોભાવવધારોદેશનાહિતમાંજરૂરી : રૂપાલા”લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને મેરા ન્યુઝ દ્વારા પ્રસારિત એક વર્ષ પહેલાનું પરષોતમ રૂપાલા દ્વારા રાજકોટમાં આપેલું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે “પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈ સરકાર ચિંતિત છે.”જે આપ નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે યુ-ટ્યુબ પર ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પડતાલ કરવાનું નક્કી કર્યુ અને યુ-ટ્યુબ પર“પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો દેશના હિતમાં જરૂરી : રૂપાલા” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

આમ, ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પરષોતમ રૂપાલા દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતું. જો કે, આ વાતની સત્યતા તપાસવી જરૂરી હતી તેથી અમે સીધી જ કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મિડિયા દ્વારા મને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, તમામ સવાલના મે જવાબ આપ્યા હતા. પરંતુ મે આ પ્રકારનું નિવેદન આપ્યુ જ નથી. મારા જવાબને ફેરવી-તોડીને રજૂ કરવામાં આવ્યું છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ પુરવાર નથી થતો તેમજ કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ પુરવાર નથી થતો તેમજ કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે.

Title:શું ખરેખર પરષોતમ રૂપાલાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારેને દેશના હિત માટે ગણાવ્યા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
