જાણો મુંબઈ ખાતે ગુસ્તાક-એ-નબીના વિરોધમાં એકઠા થયેલા મુસ્લિમ સમાજના લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈ ખાતે ગુસ્તાક-એ-નબીના વિરોધમાં એકત્ર થયેલી મુસ્લિમ સમાજની ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈસ્ટ તિમોરમાં પોપ ફ્રાન્સિસના સમારોહમાં એકત્ર થયેલી ભીડનો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈ ખાતે ગુસ્તાક-એ-નબીના વિરોધમાં એકત્ર થયેલી મુસ્લિમ સમાજની ભીડનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 12 સપ્ટેમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, "100% કેથોલિક વસ્તી ધરાવતા પૂર્વ તિમોરની ઐતિહાસિક મુલાકાત દરમિયાન પોપ ફ્રાન્સિસનું સ્વાગત".
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેની અન્ય ફેસબુક પોસ્ટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3
અમારી વધુ તપાસમાં અમને 10 અને 11 સપ્ટેમ્બરના રોજ એસોસિએટેડ પ્રેસ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પરથી એ જાણવા મળ્યું કે, પૂર્વ તિમોરમાં પોપના સમારંભમાં અંદાજે 600,000 લોકોએ હાજરી આપી હતી. જે તમે અહીં અને અહીં જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને TVET entertainment ofisiál ના સત્તાવાર ફેસબુક પેજ પર પોપના સમારોહનું જીવંત પ્રસારણ પણ પ્રાપ્ત થયું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈસ્ટ તિમોરમાં પોપ ફ્રાન્સિસના સમારોહમાં એકત્ર થયેલી ભીડનો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Sources
Facebook
https://www.facebook.com/watch/?v=8193450084084574
Facebook
https://www.facebook.com/reel/878731174178557
Facebook
https://www.facebook.com/alfonso.ayala.121772/videos/545121541268610
Facebook
https://www.facebook.com/watch/?v=820452263577367
apnews.com
https://apnews.com/article/pope-asia-east-timor-john-paul-ii-bd5c069c74c1dffc9178589d4d661d19
apnews.com
https://apnews.com/article/pope-asia-east-timor-john-paul-ii-8a12d6cfa771b2603d1044afd4ac68a8
TVET entertainment ofisi�l
https://www.facebook.com/tvetimorleste/videos/882108027162608