
The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 270 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેરોજગારીમાં ભારતને વિશ્વમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર‘international labororganization report on India’ લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામો પરથી અમનેધ ઈકોનોમિક ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં ભારતમાં બે રોજગારોનો દર 3.5 ટકા હોવાનો આંતરરાષ્ટ્રિય લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ હોવાનું જણાવ્યુ હતું. જે આપ નીચે વાંચી શકો છો.THE ECONIMIC TIMES | ARCHIVE
ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને અમને ધ ઈકોનોમિક ટાઈમ્સ દ્રારા તારીખ 3 જૂલાઈ 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભારતમાં બેરોજગારીનો દર ચીન અને પેસેફિક દેશો કરતા ઓછો છે. જે આપ નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારી હતી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અમને એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં ભારતમાં બેરાજગારોનો દર 3.5 ટકા હોવાનું જણાવામાં આવ્યુ હતું. જે આપ નીચે વાંચી શકો છો.

ઉપરોક્ત પરિણામો પરથી એ તો નિશ્ચિત થઈ ગયુ હતુ કે, ભારત બેરોજગારીના દરમાં નંબર 1 પર તો નથી જ છતા પણ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર ‘अंतराष्ट्रीयश्रमसंगठननेभारतकोबेरोजगारीमेंपूरीदुनियामेंपहलास्थानदियाहै।’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જાણવા મળ્યુ ન હતુ, તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર ‘highest unemployment rate in the world 2019’લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને COUNTRYECONOMY.COMદ્વારા અન બેરોજગારીના દરની દેશ પ્રમાણે યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વિશ્વના 42 દેશોની યાદી જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમાં ભારતનું નામ પણ ન હોવાનું જાણવા મળ્યુ હતુ, જે આપ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત અમારી પડતાલમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ પાયાવિહોણી સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ પાયાવિહોણી સાબિત થાય છે.

Title:શું ખરેખર બેરોજગારીમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું..?જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
