શું ખરેખર વિજય રૂપાણીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ન હતુ…..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Sanjay Bhatiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. મંતવ્ય ન્યુઝ ચેનલ ઉપર CM વિજય રૂપાણી સા. પ્રજાજોગ સંદેશ આપી રહ્યા હતા જેમાં ન્યુઝ ચેનલે મુકેલા રાષ્ટ્રઘ્વજ માંથી અશોક ચક્ર જ ગાયબ ટાઈમ સાંજે 7:30” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા જે રાષ્ટ્રધ્વજ મુકવામાં આવ્યો હતો તેમાંથી અશોક ચક્ર ગાયબ થઈ ગયુ છે.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ફેસબુક પર મંતવ્ય ન્યુઝ ચેનલનું પેજ શોધ્યુ હતુ. 

આ પેજ પર અમને મુખ્યમંત્રી દ્વારા 74 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પર કરવામાં આવેલુ સંબોધન પ્રાપ્ત થયુ હતુ. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, રાષ્ટ્રધ્વજ પર અશોક ચક્ર છે. જે તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/mantavyanews/videos/544834439552500/

ARCHIVE 

ત્યારબાદ અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ જોતા તેમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલુ સંબોધન પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ સ્પષ્ટ દેખાઈ છે કે, મુંખ્યમંત્રી દ્વારા જ રાષ્ટ્ર ધ્વજ મુકવામાં આવ્યો છે. અને તેમાં અશોક ચક્ર છે. 

ARCHIVE

મંતવ્ય ન્યુઝ દ્વારા પ્રસારિત મુખ્યમંત્રીના સંબોધન અને વિજય રૂપાણી દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત સંબોઘન બંને તમે નીચે જોઈ શકો છો. જેમાં રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર જોવા મળે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજ ન હતો મુકવામાં આવ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ રાષ્ટ્રધ્વજ મુકવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, ત્રિરંગામાં અશોક ચક્ર છે.

Avatar

Title:શું ખરેખર વિજય રૂપાણીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ન હતુ…..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False