
Mukesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર માંથી બે આંતકવાદી ની ધરપકડ મેક ડ્રાઇલ પણ હોય શકે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાગપુરમાંથી બે આંતકીઓ પકડાયા તેની મોકડ્રિલનો વિડિયો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને જૂદા-જૂદા કીવર્ડથી સર્ચ કરતા અમને મહારાષ્ટ્ર ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, અહેમદનગરના બસ સ્ટેન્ડમાં મોકડ્રિલનું આયોજન કરાયુ હતું. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ मराठी वादळ નામના ફેસબુક યુઝર દ્વારા બીજા એંગલથી અન્ય વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને અહમદનગરના માળીવાડા બસ સ્ટેશનમાં ખરેખર આવી કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ તે જાણવા માટે અહમદનગરના કોતવાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વિકાસ વાળાએ અમને જણાવ્યુ હતુ કે, “સોશિચલ મીડિયા પર વાયરલ થતો વીડિયો મંગળવારે માળીવાડા બસ સ્ટેશનમાં કરાયેલ મોકડ્રિલનો વિડિયો છે. સુરક્ષાના પગલે અને પ્રેક્ટિસ ભાગ રૂપે આ પ્રકારે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેથી લોકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવો.”
ફેક્ટક્રેસન્ડોની મરાઠી ટીમ દ્વારા પણ આ અંગે ફેક્ટચેકિંગ કરવામાં આવ્યુ છે. જે તમે MARATHI FACTCRESCENDO લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મોકડ્રિલનો તો છે. પરંતુ નાગપુરનો નહીં પરંતુ મહારાષ્ટ્રના અહેમદનગરમાં કરવામાં આવેલી મોકડ્રિલનો છે.

Title:શું ખરેખર નાગપુરમાંથી બે આંતકવાદીની ધરપકડ કરવામાં આવી.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
