ફેની વાવાઝોડાનો જૂનો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Oneindia Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 21 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kolkata ma amphan cyclone ni tabahi. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 43 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.28-21_08_15.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આવેલા એમ્ફાન વાવાઝોડાનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને The Economic Times દ્વારા 3 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ દ્રશ્યો 3 મે, 2019 ના રોજ ભારતના ઓરિસ્સામાં આવેલા ફેની વાવાઝોડાના છે.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર ને વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News Info | FunBuzz 24

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આવેલા એમ્ફાન વાવાઝોડાનો નહીં પરંતુ એક વર્ષ પહેલા આવેલા ફેની વાવાઝોડાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આવેલા એમ્ફાન વાવાઝોડાનો નહીં પરંતુ એક વર્ષ પહેલા આવેલા ફેની વાવાઝોડાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ફેની વાવાઝોડાનો જૂનો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False