શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જુઓ માણસ એક તો કંટાળેલો હોય ને પાછી મંદી એમાં ધંધો નય ને જો મેમો 5000 નો ફાટે પછી જુઓ શું થાય શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 169 લોકો દ્વારા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોલીસ દ્વારા 5000 રૂપિયાનો મેમો ફાળવામાં આવ્યો જેથી કંટાળેલા યુવાને પોલીસ પર આ પ્રકારે હુમલો કર્યો હતો. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનાનો છે. જેમાં મધ્યપ્રદેશના ભીંડમાં એક કેદી દ્વારા પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારીનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતુ. શાંતિ ભગના ગુનામાં વિષ્ણુ નામના આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે સમાચારને તમામ મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

AAJTAK | ARCHIVE

HINDUSTAN TIMES | ARCHIVE

ABP LIVE | ARCHIVE

NDTV | ARCHIVE

TIMES OF INDIA | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 5000 રૂપિયાનો મેમો ફાટયા બાદ ઉશકેરાયેલા વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવ્યો. આ હુમલો વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં વિષ્ણુ નામના એક કેદીએ કર્યો હતો. જેની પોલીસે શાંતિભગના ગુનામાં ધરપકડ કરી હતી. લોકોને ભ્રામક કરવા ખોટા ઉદેશ સાથે આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 5000 રૂપિયાનો મેમો ફાટયા બાદ ઉશકેરાયેલા વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવ્યો. આ હુમલો વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં વિષ્ણુ નામના એક કેદીએ કર્યો હતો. જેની પોલીસે શાંતિભગના ગુનામાં ધરપકડ કરી હતી. લોકોને ભ્રામક કરવા ખોટા ઉદેશ સાથે આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False