ગયા અઠવાડિયામાં રાજસ્થાન ખાતે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકો દ્વારા ‘મોદી-મોદી’ના નારા લગાવવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. કોમ્પ્યુટરની મદદથી આ વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દૂ સૂટર નામના ફેસબુક પેજ દ્વારા 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેવા મૂળિયાં બળિયા હઈસે ...🙄. જ્યારે આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અશોક ગહેલોતના સત્તાવાર યુટ્યુબ પર 13 સપ્ટેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક રમતોત્સવના આયોજનના ઉદ્ઘાટન માટે નાગૌરના નાવા ખાતે પહોંચ્યા હતા ત્યારનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અશોક ગહેલોત લોકોનું અબિવાદન કરી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારે મોદીના નામની નારેબાજી સાંભળવા મળતી નથી. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે.

અમારી વધુ તપાસમાં અમને અન્ય કોઈ સમાચાર ચેનલ દ્વારા પણ અશોક ગહેલોતની સભામાં મોદીના નામની નારેબાજી કરવામાં આવી હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. IBC24

નીચે તમે ઓરીજીનલ વીડિયો અને એડિટેડ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકો દ્વારા ‘મોદી-મોદી’ના નારા લગાવવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. કોમ્પ્યુટરની મદદથી આ વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Altered