Hind Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ગઈકાલે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ અમિત શાહ થયાં કોરોના મુકત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની વાતે ખૂબ જોર પક્ડયુ હતુ. દરમિયાનમાં આ પ્રચાર પાછળની વાસ્તવિકતા એ છે કે 9 ઓગસ્ટના ભાજપના સાંસદ મનોજ તિવારીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દાવો કર્યો હતો કે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે સ્વસ્થ થઈ ગયા છે. તે પછી ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો અને નિવેદન જારી કર્યું હતુ કે, અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તાજેતરમાં ફરી તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી. દરમિયાન, સાંસદ મનોજ તિવારીને સમજાયું કે તેમણે જે માહિતી શેર કરી છે તે ખોટી છે અને તેમણે ટ્વિટ ડિલિટ કર્યું હતું. આ સમાચાર એએનઆઈ સહિત ન્યૂઝ એજન્સીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટી કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False