બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

TV9 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. આ પોસ્ટને 621 લોકોએ લાઈક કરી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.30-01_22_12.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને બિહારના જનસંપર્ક વિભાગ IPRD Bihar દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, તમામ સામાન્ય લોકોને માહિતગાર કરવામાં આવે છે કે સોશિયલ મીડિયામાં લોકડાઉન સંબંધિત એક ભ્રામક પત્ર વાયરલ થઈ રહ્યો છે, આ સંબંધમાં ગૃહ વિભાગ, બિહાર સરકારે સ્પષ્ટતા કરી છે કે તે સંપૂર્ણપણે બનાવટી અને ગેરમાર્ગે દોરનાર છે. 

https://twitter.com/IPRD_Bihar/status/1288418490425020418

Archive

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, #સુધારણા: આ નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. બિહારમાં લોકડાઉનના વિસ્તરણ અંગે નિર્ણય લેવા આજે સાંજે બેઠક યોજાશે. અફસોસ 

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | aajtak.intoday.in | patrika.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બિહારમાં 1 થી 16 ઓગષ્ટ સુધી લોકડાઉન લંબાવવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બિહારમાં 1 થી 16 ઓગષ્ટ સુધી લોકડાઉન લંબાવવાની માહિતી તદ્દન ખોટી છે. બિહાર સરકારના જનસંપર્ક વિભાગ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False