
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લારી પર બેસીને ભણી રહેલા બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લારી પર બેસીને ભણી રહેલા બાળકનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશના ઈંન્દોર ખાતેના રેડિસન ચાર રસ્તા પરનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dinesh Vekariya નામના ફેસબુક યુઝર દ્વારા 4 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લારી પર બેસીને ભણી રહેલા બાળકનો આ ફોટો ગુજરાતનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને m-hindi.webdunia.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે રેડિસન ચાર રસ્તા પરનો છે.


વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વિશ્વનાથ નામના બાળકનો છે. અને તેના માટે પાલીવાલ બાલ વિનય મંદિરના શ્રી હર્ષલાલ પાલીવાલ દ્વારા ચલાવવામાં આવતી શાળામાં વિશ્વનાથ માટે નિ:શુલ્ક ભણવાની સુવિધા પણ કરવામાં આવી છે.
વધુ એક સમાચાર વેબસાઈટ વેબ દુનિયા પર આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ચેતન શેઠ નામના એક પત્રકાર દ્વારા પણ 7 માર્ચ, 2020 ના રોજ તેમના ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો. જેમાં પણ આ ફોટો ઈન્દેરના રેડિસન ચાર રસ્તાનો હોવાની માહિતી આપવામાં આવી છે.
ઈન્દોર ન્યૂઝ નામના ટ્વિટર પર પણ આજ માહિતી સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશના ઈંન્દોર ખાતેના રેડિસન ચાર રસ્તા પરનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો લારી પર બેસીને ભણી રહેલા બાળકનો ફોટો ગુજરાતનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
