
Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે પીશે ગુજરાત તો જ જીવશે ગુજરાત😀😆😀😆😀. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ દારૂના સેવનથી મટી જાય છે. આ પોસ્ટને 8 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર દારૂના સેવનથી કોરોના વાયરસ મટી જાય છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને Aaj Tak HD દ્વારા 22 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ તક ચેનલ દ્વારા દારૂ અને ગાંજાના સેવનથી કોરોના વાયરસ મટી શકે છે કે કેમ? એની સત્યતા ચેક કરવામાં આવી હતી. જેમાં દારૂના સેવનથી નહીં પરંતુ આલ્કોહોલથી વારંવાર હાથ ધોવાથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે એવી માહિતી આપવામાં આવી છે.
ઉપરોક્ત સમાચારમાં 3.20 મિનિટે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને જોઈ શકો છો. જેમાં એક વાયરલ માહિતીનું સત્ય ચેક કરવામાં આવ્યું હતું. જેનો સ્ક્રીનશોટ તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા પેપર કટિંગનો હિસ્સો પણ પ્રાપ્ત થયો હતો. જે સમાચારને સામના ઈપેપર દ્વારા 6 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં કોરોના વાયરસને આલ્કોહોલથી એલર્જી હોવાનું જણાવવામાં આવ્યું હતું. વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આલ્કોહોલથી એક મિનિટમાં કોરોના વાયરસનું મોત થઈ જાય છે.

અમારી વધુ તપાસમાં અમે WHO ની વેબસાઈટ પર કોરોના વાયરસને લગતી ગાઈડલાઈન ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કોરોના વાયરસથી બચવા માટે આલ્કોહોલવાળા હેન્ડવોશનો ઉપયોગ કરવો જોઈએ.
જેનાથી હાથ પર લાગેલા વાયરસના જીવાણું ખતમ થઈ જાય છે. આ ગાઈડ લાઈનમાં ક્યાંય પણ એવી માહિતી આપવામાં નથી આવી કે, દારૂના સેવનથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે.

વધુમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરતા અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP NEWS | Aaj Tak HD
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દારૂના સેવનથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે એ માહિતી તદ્દન ખોટી છે. જેના પર લોકોએ વિશ્વાસ કરવો જોઈએ નહીં.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દારૂના સેવનથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે એ માહિતી તદ્દન ખોટી છે. જેના પર લોકોએ વિશ્વાસ કરવો જોઈએ નહીં. આલ્કોહોલવાળા હેન્ડવોશથી હાથ ધોવાથી કોરોના વાયરસના જીવાણું મરી જાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
