શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિની સ્થાપના કરવામાં આવી.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “मुंबई में 264 करोड़ रुपये के गणपति 2019” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2018નો છે. પોસ્ટ સાથેનો વિડિયો INDIA TV દ્વારા 13 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય મિડિયો હાઉસ દ્વારા પણ આ જ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

INDIA TV | ARCHIVE

ZEE NEWS | ARCHIVE

તેમજ આ વર્ષ એટલે કે 2019માં મુંબઈના ગણપતિ ઉત્સવની તૈયારીને લઈ TV9 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે.ગણપતિ સ્થાપનાના તે સમાચારને INDIA NEWS દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2018ના પ્રસારિત કર્યા હતા. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે.ગણપતિ સ્થાપનાના તે સમાચારને INDIA NEWS દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2018ના પ્રસારિત કર્યા હતા.

Avatar

Title:શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False