
સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે છીનવી લીધા છે, લૂંટ્યા છે અને ચોરી કરો છો જેથી તમારા પરિવારજનો આનંદ માણી શકે છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ વિડિયો લાર્વાનો છે. જેને ઘોડાશેયર કહેવામાં આવે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ravindra Barot ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા અને હાલની પરસ્થિતીને લઈ તેમની સરકાર પર પ્રહાર કર્યા હતા.”

ગુજરાતી સોશિયલ મિડિયામાં તો અમુક ન્યુઝ પેજ દ્વારા આ ઘટનાને હાલની ગણાવી બ્રેકિંગ સ્વરૂપમાં શેર કરવામાં આવી રહી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બીબીસી વર્ષ 2013નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

બીબીસી.કોમના આ અહેવાલ જણાવવામાં આવ્યુ હતુ કે, “મેક્સિકન કોંગ્રેસ દ્વારા એક ઐતિહાસિક બિલના માધ્યમથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, બાહ્ય ખાનગી અને બિન ખાનગી રોકાણકારો પણ દેશમાં સરકાર સંચાલિત તેલ અને ગેસ ઉદ્યોગમાં રોકાણ કરી શકશે. આ બિલનો વિરોધ કરવા માટે, ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પાર્ટીના સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ તેમના કપડાં ઉતારી અને ફક્ત તેના અન્ડરવેર પહેરીને ભાષણ પૂર્ણ કર્યું હતુ. આ બિલના સમર્થનમાં 353 અને તેની સામે 134 મત આપવામાં આવ્યા હતા. બિલના સમર્થનમાં બહુમતી હતી તેથી બિલ પાસ થઈ ગયુ હતુ.”
ઉપરોક્ત માહિતી મેળવ્યા બાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એન્ટોનિયો ગાર્સિયાનું આ સંપૂર્ણ ભાષણ અમને પ્રાપ્ત જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો એક શબ્દ તેઓ બોલ્યા નથી. જે તમે નીચે સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એન્ટોનિયો ગાર્સિયા દ્વારા વર્ષ 2013માં બીલને લઈ ભાષણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ તેમા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ ભાષણ આપવામાં આવ્યુ ન હતુ. એન્ટોનિયોના ભાષણને હાલની પરિસ્થિતી સાથે જોડી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ છે.

Title:વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
