
હાલ સોશિયલ મિડિયામાં કિસાન આંદોલનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે ઘણી જૂની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ઘણા તંબુઓ બાંધેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસ્વીર દિલ્હી પાસે ચાલી રહેલા કિસાન આંદોલનની છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો એક ફોટો વર્ષ 2013નો કુંભ મેળાનો છે. જેને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે બીજો ફોટો હાલના ખેડૂત આંદોલનનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સમય સમય નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તસ્વીર દિલ્હી પાસે ચાલી રહેલા કિસાન આંદોલનની છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ફોટો નંબર 1
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ફિનિશ વેબસાઈટ કેરાનેલમસ્સા નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ભારતના સૌથી મોટો તહેવાર કુંભ મેળો.” આ અહેવાલમાં કુંભ મેળા વિશે લખવામાં આવ્યુ હતુ. અહેવાલ અનુસાર 2013માં આ ફોટો લેવામાં આવ્યો હતો. આ ફોટો ફિનલેંડના ફોટોગ્રાફર અને આ વેબસાઈટના સહસંસ્થાપક વિલે પાલોનન દ્વારા લેવામાં આવી છે.
અમને આ સ્થળની બીજી ફોટો સ્ટોક ઈમેજ વેબસાઈટ ગેટ્ટી ઈમેજસ પર મળી હતી. ગેટ્ટી ઈમેજ પર એક સરખા જોવા મળતા ફોટોના વિવરણમાં લખવામાં આવ્યુ હતુ કે, “મહાકુંભ મેળા 2013 ભારત, ઉત્તર પ્રદેશ (સંયુક્ત પ્રાંત), ઈલહાબાદ. મહાકુંભ મેળા 2013, શિવિર કા દૈનિક જીવન, પુલથી નજારો જોઈ શકાય છે.”
Embed from Getty Imagesફોટો નંબર 2
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો હાલના જ ખેડૂત આંદોલનનો છે. ઈન્ડિયન એક્પ્રેસના અહેવાલ મુજબ આ ફોટો રેવારી થી શાંહજાનપુર વચ્ચેની ટ્રેકટર માર્ચનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો એક ફોટો વર્ષ 2013નો કુંભ મેળાનો છે. જેને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે બીજો ફોટો હાલના ખેડૂત આંદોલનનો છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો કિસાન આંદોલનની છે…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
