
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રતન ટાટાનો છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ 4 મહિના પહેલાંનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રતન ટાટાનો એરપોર્ટ પરનો છેલ્લો વીડિયો 💎🙏💔. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રતન ટાટાનો છેલ્લો વીડિયો છે.
https://vimeo.com/manage/videos/1019348481
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો Sandip Santra નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 23 જૂન, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
https://www.facebook.com/reel/480043411382463
આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને ફ્લાઈટના નંબર સાથેનું એક બોર્ડ જોવા મળ્યું હતું. જેમાં પણ ઉપર તારીખ 21/06/2024 લખેલી જોઈ શકાય છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો એક ફોટો જર્નાલિસ્ટ દ્વારા પણ 10 ઓક્ટોમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, આ એ છેલ્લો મોકો હતો જ્યારે અમે રતન ટાટાને જોયા હતા.
https://www.instagram.com/reel/DA6fspFsNim/%20%C2%A0
રતન ટાટાનો છેલ્લો વીડિયો કયો છે?
અમારી વધુ તપાસમાં અમને રતન ટાટાનો એક વીડિયો 2 ઓક્ટોબર, 2024ના રોજ મળ્યો હતો, એટલે કે તેમના મૃત્યુના 7 દિવસ પહેલાં. ન્યૂઝ એજન્સી IANS એ 2 ઓક્ટોબર, 2024ના રોજ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રતન ટાટા પીએમ નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવા પર અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ 4 મહિના પહેલાંનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
